Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાવ વધારો કરવાની માંગ સાથે દાદરિયા સુગર ફેક્ટરીમાં ટ્રક માલિકોની હડતાળ, સુગરના વહીવટદારોએ અઠવાડિયામાં પ્રશ્નનો નિકાલ લાવવાની ખાત્રી આપી

  • January 14, 2023 

વાલોડની દાદરીયા સુગર ફેક્ટરીમાં ટ્રકમાં શેરડી ભરીને વહન કરતા માલિકોને ભાડુના જૂના ભાવ કરતાં પણ ઓછું ચુકવણું કરતા હોય, જે મોંઘવારીમાં ખર્ચો ભારે થઈ જતો હોવાથી, એક મહિના પહેલા લેખિતમાં ભાવ વધારો કરવા ટ્રક માલિકોએ લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ સુગરના વહીવટદારોએ કોઈ નિર્ણય નહીં કરી શકતા, શેરડી ભરીને વહન કરતી 80 ટ્રકના પૈંડા થંભી ગયા હતા. ટ્રક માલિકોએ હડતાળ પર ઉતરી જતાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.




જોકે સંસ્થાના અધિકારીએ આવીને અઠવાડિયામાં પ્રશ્નનો નિકાલ લાવવાની ખાત્રી આપતા, આખર 3 કલાકથી વધુ સમય બાદ હડતાલ સમેટાઈ હતી.વાલોડ તાલુકાના દાદરીયા ગામે આવેલ કોપર સુગર ફેક્ટરીમાં 13મી ડીસેમ્બરના રોજ શેરડીના ટ્રક માલિકોએ લેખીતમાં મેનેજિંગ ડિરેક્ટરને સંસ્થામાં તેમની ટ્રકો શેરડીનું વહન કરતી હોય, ટ્રકના વાહતુકના રૂપિયા ઓછા મળતા હોય, મોંઘવારી સ્તર વધતો જાય છે, સંસ્થામાં સને 2022-23 ના વાહતુક બિલમાં મઢી સુગર અને મહુવા સુગર કરતા પણ કિલોમીટર પ્રમાણે કોપર સુગર ફેક્ટરીમાં વાહતુકમાં 70 થી 80 રૂપિયાનો તફાવત છે,




હાલમાં આરટીઓ ટેક્સ, પાર્સિંગ, ટાયર, ઓઇલ તેમજ ગાડીના લગતો સામાન, વીમા પોલિસીમાં પણ ભાવ સતત વધી ગયા છે, જેથી સંસ્થામાં શેરડી વાહતુક કરતા ટ્રક કે ટ્રેક્ટરનાં બિલમાં અન્ય બે સુગર ફેક્ટરીઓમાં આપવામાં આવતા બિલોની સાથે સરખામણી કરતા ઘણો તફાવત જોવા મળે છે, જેથી વાહતુક ભાવ સુધારા કરી આપવા રજૂઆત કરી હતી. પરંતુ એક માસનો સમય વિતી જવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.જેથી ટ્રક માલિકો વિફર્યા હતા. શુક્રવારે સવારે 8:00 કલાકે સુગર ફેક્ટરીના 120 ટ્રકોના માલિકોએ અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા. 120 પૈકી 80 ટ્રકો સુગર ફેક્ટરી કેમ્પસની અંદર થોભાવી દીધી હતી, અને 40 ટ્રકો શેરડી ભરવા ગઈ હતી, જે જેતે સ્થળ પર રોકી દેવામાં આવી હતી.




આ બાબતે પ્રથમ ટ્રકના માલિકોને એસ્ટેટ મેનેજર મનોજ પટેલે જે કોઈ મુદ્દો હોય તે બાબતે ચર્ચા કરવા બોલાવ્યા હતા. પરંતુ ટ્રકના માલિકો તેમની પાસે જઈ માંગણી બાબતે અડગ રહ્યા હતા, અને માંગણી સ્વીકારે તો જ ટ્રકોમાં ભરેલ શેરડી ખાલી કરવાનો જવાબ આપતા, આખર એક સમયે પિલાણ બંધ કરી દેવાનો વખત આવ્યો હતો, આખર 11:00 વાગ્યે એસ્ટેટ મેનેજર મનોજ પટેલ તથા ટ્રક માલિકો વચ્ચે ફરી વાતચીત થતા, એસ્ટેટ મેનેજરે અઠવાડિયામાં આ બાબતે નિકાલ લાવવની ખાતરી આપી હતી,અને જે કોઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવા હૈયા ધરપત આપી હતી.




ત્યારબાદ ટ્રકના માલિકોએ પણ એમ.ડી. અજિત પાટીલને તેમનું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું. ટ્રકના માલિકોને મહુવા અને મઢી સુગર કરતા ઓછો ભાવ આપવાની બાબતે મોટો વિવાદ સર્જાયો હતો. જુના ભાવ કરતા પણ ઓછું ભાવ મળતો હોય, ટ્રકના માલિકોએ પોતાની માંગણીઓ મૂકી હતી. પરંતુ નહી સંતોષાતા આખર હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. પીલાણની કામગીરી ત્રણથી ચાર કલાક માટે અટકી પડી હતી.



સુગર દ્વારા સપ્તાહમાં નિરાકરણની ખાતરી અપાતા અંતે હડળાત સમેટાઇ હતી.

હડતાળનું મુખ્ય કારણએ હતું કે સુગર દ્વારા ગત વર્ષોમાં જે ભાવ આપવામાં આવતો હતો, તેમાં દર 15 દિવસે પેમેન્ટ થતું, તેમાં બે થી પાંચ હજાર વાહતુકમાં આવેલ શેરડીના ટનની ટકાવારી પ્રમાણ કાપી લેવામાં આવતું હતુ, જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગત વર્ષ ડીઝલના ભાવો ઘટી જવા છતાં ટ્રકના માલિકોને આપવામાં આવેલ પેમેન્ટ વધારે ચૂકવ્યું હોય, તેની રિકવરી કરતા આ ચુકવણું ઓછું કરતા હોવાનું જાણવા મળ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application