Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીપોદરા ખાતે કોલમના ખાડામાં પડી જતા શ્વાસ રૂંધાવાથી ટ્રક માલિકનું મોત નિપજ્યું

  • February 06, 2025 

સુરત જિલ્લાના પીપોદરા ખાતે મકાન બાંધકામ માટે પાડેલા કોલમના ખાડામાં પડી જતા શ્વાસ રૂંધાવાથી ટ્રક માલિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, કોસંબા પોલીસની હદમાં આવેલ પીપોદરા ગામે પાર્થ રો-હાઉસની સામે બબનકુમારનાં પ્લોટ નં-૨૦૮, ૨૦૯માં નવા બાંધકામ માટે પાડેલા કોલમના ખાડા નજીક ટ્રક માલિક જિતેશભાઈ બાબુભાઈ ચૌધરી ઊભા હતા.


તે દરમિયાન ત્યાં કપચી ખાલી કરવા આવી પહોંચેલી ટ્રકમાં ભારે વજન હોવાના કારણે જમીન બેસી જતા ટ્રક માલિક જીતેશભાઈ કોલમના ખાડામાં પડી ગયા હતા. અને ત્યારબાદ ટ્રકનું ટાયર પણ કોલમના ખાડામાં ફસાઈ ગયું હતું. જોકે ખાડામાં ટ્રકનું ટાયર ફસાઈ જતા અંદર પડેલા જીતેશભાઈ ખાડાના પાણીમાંથી બહાર નહીં નીકળી શકી જેમનું શ્વાસ રૂંધાઈ જવાના પગલે ઘટના સ્થળે મોત નીપજી ગયું હતું. ઘટના અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવતા હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application