સુરત જિલ્લાનાં મઢી સુગર ફેક્ટરીમાંથી શેરડી કાપણી પૂરી કરી પોતાના વતન બહેડુન (પીપલદહાડ) તરફ પરત ફરી રહેલ મજૂરો ભરેલી ટ્રક ધુલદા મહાલ રોડ પરથી બપોરે પસાર થતી હતી ત્યારે ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક પલટી મારી ગઈ હતી. જોકે આ અકસ્માતનાં બનાવમાં દસ લોકોને ઈજા પહોંચી હતી. જે પૈકી ત્રણ મહિલા અને એક પુરુષને ગંભીર ઈજા થઈ હતી.
અકસ્માતની જાણ વહીવટી તંત્રની ટીમને થતા ઘટના સ્થળે તુરંત જ બે ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને સ્થળ પરથી ઇજાગ્રસ્તો શકુબેન ગણ્યાભાઈ બાગુલ, સરિતાબેન વીનેશભાઈ બહીરમ, સુનીબેન વિજયભાઈ બહીરમ, લિકુબેન સીતારામભાઈ વાઢુ, અરુણાબેન બબલુભાઈ બહીરમ, સુભાષભાઈ ગણપતભાઈ બરડે, ગુલાબભાઈ કુસન્યાભાઈ દેશમુખ, ઋત્વિકભાઈ બબલુભાઈ બહિરમ અને સંગીતાબેન સુભાસભાઈ બરડે તથા વીનેશભાઈ બુધુભાઈ બહિરમ નાઓને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલ આહવામાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500