ઉચ્છલના ગાંધીનગર બ્રીજ પાસે એક ટ્રેકએ રીક્ષાને પાછળથી કટ મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ જતા રીક્ષા ચાલક સહિત બે જણાને શરીરે ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ઉચ્છલના જામકી ગામના ચર્ચ ફળીયામાં રહેતો અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન દાનિયેલભાઇ આદમભાઇ ગામીત તા.28મી નવેમ્બર નારોજ પોતાની રીક્ષા છકડો નંબર જીજે/17/વીવી/3229માં સાકરદાથી ઝીણાભાઈ રવજીભાઇ ગામીતના ઘરેથી જુવાર તથા ચોખા ભરીને મહારાષ્ટ્રના નવાપુર ખાતે માર્કેટમાં વેચવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતા ઉચ્છલના ગાંધીનગર ગામ પાસેના બ્રીજ પાસે ટ્રક નંબર સીજી/04/એનએમ/9677 ના અજાણ્યા ચાલકે પોતાન કબજાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી છકડો રીક્ષાને પાછળથી કટ મારતા રીક્ષા પલટી થઇ ગઈ હતી.
જોકે ટ્રક ચાલક પોતાના કબજાની ટ્રક લઇને નાશી છુટ્યો હતો. આ અકસ્માતના બનાવમાં રીક્ષા ચાલક દાનિયેલ ગામીતને માથામાં ડાબી સાઇડે તથા ડાબા ખભાના ભાગે ઇજા પહોંચી તેમજ રીક્ષામાં બેસેલ ઝીણાભાઇ રાવજીભાઇ ગામીત નાઓને ડાબા હાથના ખભાથી કોણીની વચ્ચે ઇજા પહોંચી હતી. જેમને ઈમરજન્સી સેવા 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે રીક્ષા ચાલક દાનિયેલ ગામીતની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસએ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application