Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર-વેલદા રોડ પર ટ્રક ચાલકને કંરટ લાગતાં મોત નિપજ્યું

  • October 02, 2024 

તાપી જિલ્લાનાં નિઝર-વેલદા રોડ પર સોલાર પાર્ક બનાવવાનું કામ ચાલુ હોય ત્યાં સોલાર પાર્ક બનાવવા માટે સામાન ભરીને આવેલી ટ્રક નંબર જીજે/૦૭/વાયવાય/૬૬૮૦નાં ચાલક પ્રવેશ જગદીશ દુબે (ઉ.વ.૩૧, રહે.પુરવા ગામ, પોસ્ટ મસાયચા, તા.બાંસી, જિ.સિધ્ધાર્થનગર, ઉત્તરપ્રદેશ) લઇને આવ્યા હતા. તે સમયે ટ્રક ચાલક તાડપત્રી ખોલવા માટે ઉપર ચઢયા હતા. તે દરમિયાન ટ્રક ઉપરથી જતી વીજ લાઇન સાથે ટ્રક ચાલકનો નાકનો હિસ્સો અડી જતા કંરટ લાગવાથી ટ્રકમાં ભરેલો સામાન ઉપર પડી જઈ બેભાન થઇ ગયા હતા. જેથી ટ્રકનાં ચાલકને સારવાર માટે નિઝર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે ટ્રકના ચાલકને મૃત જાહેર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application