Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના કપુરા ગામે ટ્રક અડફેટે, મોપેડ ચાલકનું મોત

  • January 17, 2021 

વ્યારા તાલુકામાં કપુરા ગામના ગામઠાણ ફળીયામાં રહેતો 42 વર્ષીય યુવક સુભાષભાઈ દિનુભાઈ ગામીત આજરોજ સવારના આસરે 8.30 કલાકના અરસામાં  પોતાની બજાજ કંપનીની એક્સેસ મોટરસાઈકલ નંબર-જીજે/26/એએ/8327 પર વાલોડ નોકરી ઉપર જઈ રહ્યા હતા.

 

 

 

તે સમય દરમિયાન કપુરાથી રૂપવાડા ગામ તરફ જતા રોડ પર, ભેંસના તબેલાની સામે પહોચતા એક ટ્રક નંબર-જીજે/21/ટી/5422 નો ચાલકએ પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાની કબ્જાની ટ્રક હંકારી લાવી સુભાષભાઈની મોપેડ ગાડીને ટક્કર મારતા સુભાષભાઈ રસ્તા પર પટકાતા તેમને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોચતા સુભાષભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી નાસી છુટ્યો હતો. આ બનાવ અંગે મૃતકની પત્ની અમીતાબેન સુભાષભાઈ ગામીતની ફરિયાદના આધારે વ્યારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્દ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application