Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અડફેટે આવતાં મૃત્તક યુવાનના વારસાને રૂપિયા 61.25 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો

  • November 08, 2023 

બાર વર્ષ પહેલાં સચીન જી.આઈ.ડી.સી. નજીક ટ્રક અડફેટે મૃત્તક યુવાનના વારસોએ કરેલી 25 લાખના અકસ્માત વળતરની માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ પ્રણવ એસ.દવેએ મંજુર કરી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૂપિયા 61.25 લાખ વળતર ચુકવવા ટ્રક ચાલક, માલિક તથા વીમા કંપનીની સંયુક્ત તેમજ વિભક્ત જવાબદારી હોવાનો નિર્દેશ આપ્યો છે. બનાવની વિગત એવી છે કે, ભટાર રોડ સ્થિત શંખેશ્વર કોમ્પ્લેક્ષમાં રહેતા 33 વર્ષીય કમલકુમાર લક્ષ્મીનારાયણ મુંદ્રા ગત તા.5-1-2011ના રોજ પોતાના બાઈક પર ઓફીસ જતા હતા.



તે દરમિયાન સચીન હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝ પાસે વિજય રામનાથન શેરવાની (રહે.બજાર ફળીયું, બલેશ્વર તા.પલસાણા)ની માલિકીના ટ્રકના ચાલક સૈયદ મહમદ અસલમ અકબરઅલી (રહે.મારુલ તા.વ્યાવલ જિ.જલગાંવ)નાએ બેદરકારીથી ટ્રક ચલાવીને બાઈકને અડફેટે લેતાં ગંભીર ઈજા થતાં કમલકુમાર મુંદડાનું નિધન થયું હતુ. જેથી મૃત્તક યુવાનના વિધવા પત્ની જ્યોતીબેન, સંતાનો નમ્રતા, હાર્દિક તથા પિતા લક્ષ્મી નારાયણ તથા અને માતા કીરણદેવી મુંદ્રાએ ધર્મેશ પટેલ મારફતે રૂપિયા 25 લાખના અકસ્માત વળતર વસુલ અપાવવા ટ્રક ચાલક, માલિક તથા ફ્યુચર જનરલ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કંપની વિરુધ્ધ ક્લેઈમ કેસ કર્યો હતો. જેની સુનાવણી દરમિયાન અરજદાર તરફે જણાવ્યું હતું કે મૃત્તકની ઉંમર 33 વર્ષની હતી. ભેસ્તાનની પ્રથમ જ્યોટર પ્રા.લિ.માં નોકરી તથા યાર્ન દલાલી કરીને વાર્ષિક 3.35 લાખની આવક ધરાવતા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application