ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી HIVની મુખ્ય દવા ડોલ્યુટી ગ્રાવરની શોર્ટેજથી દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે છેલ્લા ત્રણ મહિનાથી આ દવાઓનો સ્ટોક જ નથી. સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી મેડિકલ સ્ટોરમાં પણ આ દવાઓનો સ્ટોક ઉપ્લબ્ધ નથી. પરંતુ આગામી 24થી 28 કલાકમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે તેવો તંત્ર દ્વારા દાવો કરાયો છે. ગુજરાતમાં HIVનાં અંદાજે 73 હજારથી વધુ દર્દીઓ છે. સરકાર દ્વારા HIVની એન્ટિ રેટ્રો વાયરલ થેરાપિ (એઆરટી) દવાઓનો જથ્થો નિઃશુલ્ક પૂરો પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી HIVની સારવાર માટે અપાતી દવાઓ પૈકીની મુખ્ય દવા ડોલ્યુટી ગ્રાવીરનો જથ્થો ખૂટી પડયો છે. જેના કારણે દર્દીઓ દવા વગર ચિંતિત છે. આ દવા દર્દીઓના વાયરસને કંટ્રોલમાં રાખે છે. જો આ દવા દર્દીઓને ના મળે તો તેઓ કોઇ પણ બીમારીનો ભોગ બની શકે છે.
આ અંગે ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીનો સંપર્ક કરવામાં આવતાં એક અધિકારીએ જણાવ્યું કે, '27 પ્રકારની દવા નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પૂરા પાડવામાં આવે છે. તેમની પાસે દવા ન હોય તો તેઓ સ્થાનિક રીતે દવા પૂરી પાડવાનો નિર્દેશ આપતી હોય છે. ગુજરાત મેડિકલ સર્વિસ દ્વારા એઇડ્સના દર્દીઓની દવા માટે ટેન્ડરની પ્રક્રિયા માર્ચમાં હાથ ધરાઇ હતી. પરંતુ એ વખતે કોઇ બિડ માટે આગળ આવ્યું નહોતું, જેના કારણે બીજી વખત ટેન્ડર બહાર પાડવું પડયું હતું. છેલ્લે તેમાં ડિસ્ટ્રિબ્યુટર્સને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આખરે મંગળવારે બપોરે દવા આવી ચૂકી છે. ગુજરાતના 46 સેન્ટરમાં 48 કલાકમાં આ દવા પૂરી પાડી દેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application