તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે અકસ્માતનું 'ઘર' બની ગયો હોય તેમ છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નંબર ૫૩ પર ગત રોજ બપોરે મોટો અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. વાલોડના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર- ૫૩ ઉપર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેને લઇ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર -૫૩ પર ગતરોજ બપોરે ૩ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો,બલેનો ગાડી નંબર જીજે-૦૫-આરજે-૦૧૧૩ની ગાડીના ચાલકે બાજીપુરા હાઇવે ઉપર સુરત-ધુલિયા ટ્રેક પર પોતાની કબજાની ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવી ડીવાઈડર કુદાવ્યું હતું અને રોંગ સાઇડે આવી ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી જોકે આ દરમીયાન ટ્રક પાછળ આવતી એસટી બસ નંબર જીજે-૧૮-ઝેડ-૫૮૭૭ સાથે અથડાઇ ટ્રક પલ્ટી મારી ગઈ હતી.બીજી તરફ હાઇવે માર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.
બનાવ અંગે ટ્રક ચાલક અંકુરભાઈ રમેશભાઈ ગામીત (રહે. દોણ ગામ દેવળ ફળિયું તા.સોનગઢ)એ વાલોડ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બલેનો ગાડીના ચાલક સૂર્યપ્રકાશ વિશ્વપ્રકાશ તિવારી (રહે.ઇ-૨૦૩ સ્કાઈ વ્હિયુ હાઇટ મિડાસ સ્ક્વેરની પાછળ મગોબ - સુરત) ના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500