સુરતના અમરોલી વિસ્તારમાં એમ્બ્રોઈડરી કારખાનાના માલિક સહિત ત્રણના મર્ડરની ઘટનામાં હત્યા કરનાર કારીગરોને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હત્યા કરનાર બે કારીગરો પૈકી સગીર વયના કારીગરને જુવેનાઇલ કોર્ટ અને અન્ય કારીગરે સુરત ફાસ્ટ એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જ્યાં પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ રિમાન્ડ માટે મૂકેલા ગ્રાઉન્ટમાં હત્યામાં વપરાયેલા છરાની શોધખોળનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો હતો.સુરતના અમરોલી વિસ્તારમાં ત્રણની હત્યા કરનારને આજે પોલીસ દ્વારા રીમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કર્યા હતા.
એમ્બ્રોઈડરી કારખાનાના માલિક કલ્પેશ ધોળકીયા,તેના પિતા ધનજીભાઈ ધોળકીયા અને મામા ઘનશ્યામભાઈ રજોડીયાની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર બંને કારીગરોને પોલીસે જુદી જુદી કોર્ટમાં રજૂ કર્યા હતા. બંને હત્યારા કારીગરોમાંથી આશિષ રાઉતને સુરત ફસ્ટ્ટ્રેક કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યારે અન્ય સગીર વયના કારીગરને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500