સાપુતારા માલેગાંવ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ધુમ્મસને પગલે ટ્રિપલ અકસ્માત સર્જાતા માહોલમા અફરાતફરી મચી હતી.
મળતી માહિતી મુજબ માલેગાંવ રેસ્ટ હાઉસ પાસેના ટર્નમા રાજકોટ થી નાસિક મશીનરી ભરી જઈ રહેલા આઈસર ટેમ્પો નંબર જિજે/૩૧/ટી/૮૮૫૮) ને નાસિકથી રાજસ્થાન ડુંગળી ભરી આવી રહેલ ટ્રક નંબર આરજે/૦૯/ડી/૦૯૧૭) ને ગાઢ ધુમ્મસને કારણે સામેથી આવી રહેલો ટેમ્પો સાથે ધડાકાભેર ટકકરાતા બંન્ને વાહનો રસ્તા પર પલટી જતા ડુંગળીનો જથ્થો રસ્તા પર
વિખેરાય ગયો હતો.
તે વેળા સાપુતારા તરફથી સુરત તરફ જઈ રહેલો અન્ય ટ્રકની અચાનક બ્રેક ફેલ થતા અકસ્માત ગ્રસ્ત સાથે ધડાકાભેર ટકકરાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણેય વાહન ચાલકોને નજીવી જેવી ઈજાઓ પહોંચી હતી. જ્યારે ત્રણેય વાહનોનો તો ભૂકો બોલાઈ ગયો હતો અકસ્માત બાદ થોડા સમય માટે વાહન વ્યવ્હાર ખોરવાય ગયો હતો,
સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડી રસ્તો ચાલુ કરાવી પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500