Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાટણમાં રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત

  • May 06, 2024 

પાટણમાં રાધનપુર હાઈવે પરપીપળી ગામ પાસે ત્રણ ટ્રેલરો અથડાતાં ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ જતાં એકનું મોત નિપજ્યું છે અને એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.આ ત્રિપલઅકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ત્રિપલ અકસ્માતની મળતી માહિત મુજબ ત્રણ ટ્રેલરો અથડાતાં ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ ગયા હતા. આ ઘટના સર્જાતાઆસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.


લોકોએ ભારે જહેમત બાદ ત્રણ ટ્રેલરોને ક્રેન વડે છૂટા પાડ્યા હતા. આ ઘટનાની જાણ રાધનપુર પોલીસને કરવામાં આવી હતી. હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. અન્ય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં તેને નજીકની હોસ્ટિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application