માહિતી વિભાગ દ્વારા સુરત, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ અને માસકોમ વિભાગ ખાતે ભારતના વૈજ્ઞાનિક તથા તકનિકી શબ્દાવલિ આયોગ, શિક્ષણ વિભાગ દ્વારા ત્રિભાષા મૂળભૂત જનસંચાર શબ્દાવલિ (અંગ્રેજી-હિન્દી-ગુજરાતી) નિર્માણ પ્રક્રિયા તા.૨૯ મે થી તા.૨ જૂન સુધી ચાલી રહી છે. જે સંદર્ભે યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.એન. ચાવડાના અધ્યક્ષ સ્થાને આ કાર્યશાળાનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આયોગના અધ્યક્ષ પ્રો.ગિરીશનાથ ઝા એ ઓનલાઈન જોડાઈને માર્ગદર્શન આપ્યું હતું.
આયોગના સહાયક નિદેશક બિનોદીની દેવીએ જનસંચાર શબ્દાવલિ વિશે સમજ આપી હતી. સહાયક નિદેશક મર્સી લલરોહલૂ હમારે શબ્દાવલિ અને ગ્લોસરી તૈયાર કરવાની પદ્ધતિ અને તેના મહત્વપૂર્ણ પાસાઓ વિશે વાત કરી હતી. યુનિ.ના કુલસચિવ આર.સી.ગઢવીએ સૌને આવકાર્યા હતા. કુલપતિ ડો.ચાવડાએ શબ્દાવલિના વર્તમાન સંદર્ભમાં ભારતીય ભાષાના સાંસ્કૃતિક એકાત્મની છણાવટ કરી હતી. આ કાર્યશાળાના કો-ઓર્ડીનેટર તરીકેની જવાબદારી ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને જર્નાલિઝમ અને તુલનાત્મક સાહિત્ય વિભાગના કો-ઓર્ડીનેટર ડો.ભરત ઠાકોર સંભાળી રહ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યભરના ૪૦ જેટલા વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application