Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિત્તે તાપી જિલ્લાનાં આદિવાસીઓએ જનરલ હોસ્પિટલનાં ખાનગીકરણના વિરોધ પ્રદર્શનમાં જોડાયા

  • September 14, 2023 

તાપી જિલ્લાની એકમાત્ર વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ કરાતા તેમજ આદિવાસીઓના જમીન સંપાદન સહિતના વિવિધ પ્રશ્નો મુદ્દે ગત તારીખ 7મીથી અત્યાર સુધી જુદા-જુદા રૂટ ઉપરથી રેલીઓ નીકળી હતી. જોકે તારીખ 13નાં રોજ ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિત્તે આદિવાસી લોકોની કીડીયારાઓની જેમ ભીડ જોવા મળી હતી જેમાં આદિવાસીઓ ખાનગીકરણના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જયારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી સભાના કાર્યક્રમ થયા હતા. તાપી જિલ્લા સેવા સદન સામે રેલી સભામાં ફેરવાઈ હતી જ્યાં આદિવાસી સમાજની માંગણી છે કે, તાપી જિલ્લો 95 ટકા આદિવાસી વસ્તી ધરાવે છે આદિવાસીઓ ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર કેવી રીતે લઈ શકશે. હોસ્પિટલને સરકારી જ રહેવા દો, જો માંગણીને સ્વીકારવામાં ન આવે તો આગામી દિવસોમાં રેલ રોકો, રસ્તા રોકો તેમજ કલેકટર કચેરીને તાળા મારવા સહિતના ચોંકાવનારા કાર્યક્રમ કરવાની ચીમકી આદિવાસી નેતાઓએ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application