વિશ્વના ધ્યાનાકર્ષણ માટે ૧૯૯૪માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO)ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભગવાનપુરા શોપિંગ સેન્ટર ખાતે ધારાસભ્યો ઈશ્વરભાઈ પરમાર અને મોહનભાઈ ઢોડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, આદિવાસીઓના વિકાસ અને સમૃધ્ધિનો માર્ગ એટલે ગુજરાત સરકાર. આ વર્ષે રાજ્યના બજેટમાં આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ તેમજ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓના આશરે દોઢ લાખ વિદ્યાર્થીઓ માટે ૬૬૭ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
વધુમાં શ્રીપરમારે કહ્યું કે, ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના ૩૦૫૨ ગામોને આવરી લેતી રાજ્ય સરકારે કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. રાજ્યના ખેડૂતો માટે વાવણીથી લઈને વેચાણ સુધીની તમામ પ્રક્રિયાનું સુચારૂ આયોજન કર્યું છે. પ્રેરક ઉદ્બોધન કરતા મોહનભાઈ ઢોડીયાએ કહ્યુ કે, પ્રત્યેક આદિવાસી બંધવના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં આદિવાસી જનસમૂહને કેન્દ્રમાં રાખી વિકાસ માટે કરોડોની જોગવાઈઓ અને તેનો અમલ થતો રહે છે.
આદિવાસી બાળકો માટે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ, આદિવાસી પરિવારો માટે પાકા આવાસ, પાણી, આરોગ્ય ઉપરાંત વન અધિકારો થકી રાજ્યના સમગ્ર આદિવાસી પટ્ટાનો કાયાકલ્પ થયો છે. આ પ્રસંગે ધારાસભ્યશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે મહુવા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સાધન સહાયના ચેકો તથા મંજૂરી પત્રો અર્પણ કરાયા સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત આદિવાસી સાંસ્કૃતિક કૃતિ, ડાંગી નૃત્યો રજૂ કરાયા હતા. વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંતર્ગત હાથમાં દીવા સાથે સામૂહિક પ્રતિજ્ઞા દ્વારા દેશવ્યાપી ‘મારી માટી,મારોદેશ’ અભિયાનનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500