Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આદિવાસી ‘અમૃત કુંભ રથ’નું વ્યારા નગરમાં સ્વાગત કરવામાં આવ્યું

  • November 29, 2024 

ધરતી આબા ઉત્કર્ષ દિનની ગાથા વર્ણવતો આદિવાસી અમૃત કુંભ રથ આજે તાપી જીલ્લાના વ્યારા નગરના આંગણે આવી ચુક્યો હતો. ગુજરાતના ૧૦ આદિજાતિ પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓના તમામ તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીને અનુલક્ષીને આ રથ પરિભ્રમણ કરવાનો છે. આજે મંત્રી, આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના અધ્યક્ષસ્થાને વ્યારા પાનવાડી જિલ્લા સેવા સદનના આંગણે આવેલા રથનું સ્વાગત અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આદિજાતિના કલ્યાણ માટે એક વિઝનથી લઈને મિશન સુધી પહોચાડવા આ યાત્રા એક મહત્વનો પડાવ છે.


આ ઉત્કર્ષ દ્વારા આદિમજૂથના અને આદિવાસી સમાજના નાગરિકો માટે સેવાઓનો વ્યાપ વધારવો, માળખાકીય સુવિધાઓ વધારવી, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાની સુવિધાઓ સુદ્રઢ કરવા માટેના મુખ્ય કાર્યો આ અભિયાન થકી હાથ ધરવાના છે. સરકાર દ્વારા જ્યાં નથી પહોચી શકાયું ત્યાં મહત્વપૂર્ણ સુવિધાઓ પહોચાડવી, કેટકેટલાય એકીકૃત પ્રયાસોથી સર્વગ્રાહી અભિગમ અપનાવી તમામ સમાજના લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની યોજનાઓ આ અભિયાન થકી લાગુ પાડવામાં આવશે. આ સમારંભમાં રાજ્ય કક્ષાનાં મંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજને ગૌરવ અપાવવાનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.


શિક્ષક, તલાટી, એન્જીનીયર, પાયલોટ જેવા મહત્વના હોદ્દા પર આજે આદિવાસી બાંધવો આપણને જોવા મળે છે. ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ વર્ષે ૩૪૭૪ હજાર કરોડનું માતબર બજેટ ગુજરાતની જનતા માટે ફાળવ્યું છે. આદિવાસી દીકરીઓ અને દીકરાઓ ડોક્ટર કે એન્જીનિયર બને તો ૧૫ લાખ રૂપિયા અને પાયલોટ બને તો ૨૫ લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર કરે છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પછી આદિવાસી લડવૈયાઓને આપણી સરકારે યાદ કરીને તેમને સાચી શ્રધાંજલિ અર્પી છે. આવા જ એક લડવૈયા એટલે ભગવાન બિરસા મુંડા. બિરસા મુંડાજીના જીવનની ગાથાને રજુ કરતો એવો આ રથ એટલે આદિવાસી અમૃત કુંભ રથ. આવા રથને વ્યારા ખાતે પ્રસ્થાન કરાવીને અહીંથી ડોસવાડા, સોનગઢ, ઉચ્છલ,નિઝર કુંકરમુંડા થઈને આ રથ નર્મદા જિલ્લામાં રવાના થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application