Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટમાં શહેર પોલીસ બેડામાં ફરજ બજાવતા 60 પોલીસમેનની બદલીના ઓર્ડર નીકળ્યાં

  • February 29, 2024 

લોકસભાની ચૂંટણીના કારણે રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં બદલીનો દૌર શરૂ કર્યો છે જેમાં થોડા દિવસ પહેલા મામલતદાર, ડેપ્યુટી કલેકટર અને સનદી અધિકારીઓની બદલીઓના મોટા લિસ્ટ બહાર કાઢયા બાદ પોલીસ તંત્રમાં ફેરફારો શરૂ કર્યા છે. ત્યારે આઇપીએસની બદલીના ઓર્ડર નિકળે તે પૂર્વે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા શહેર પોલીસ બેડામાં ફરજ બજાવતા 60 પોલીસમેનની બદલીના ઓર્ડર કાઢયા છે.


જેમાં ખાસ કરીને શહેરમાં ત્રણ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય તેવા પોલીસમેનની બદલીઓના ઓર્ડર નિકળ્યા છે.જેમાં એક ફોજદાર સહિત 60 પોલીસમેનની આંતરિક બદલી કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશન દ્વારા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન,બ્રાંચ અને હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસમેનની બદલીઓ કરવામાં આવી છે.જેમાં એક પીએસઆઇ,બે એએસઆઇ,17 હેડ કોન્સ્ટેબલ,33 કોન્સ્ટેબલ અને સાત એલઆરડીનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application