ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં 2020 બેચના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સચિવાલય ગાંધીનગરથી અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ખાસ કરીને ફરીથી બદલીઓનો દોર શરુ થઈ ગયો છે.
અગાઉ પણ ચૂંટણી પહેલા બદલીઓ કરવામાં આવી હતી ત્યારે ફરીથી આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.ચૂંટણી અગાઉ કેટલાક આઈએએસ અધિકારીઓની બદલી થઈ હતી ત્યારે ફરીથી રાજ્યમાં બદલીઓની પ્રક્રિયા જોવા મળી હતી. હવે ફરી એકવાર રાજ્યમાં 2020 બેચના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 6 IAS અધિકારીઓની સચિવાલય ખાતે ફરજ બજાવતા હતા જેમણે હવે જિલ્લાઓમાં બદલી કરાઈ છે.
અગાઉ 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા ફેરફારો જોવા મળ્યા હતા. પહેલા પોલીસ વિભાગની બદલી,પછી ડેપ્યુટી કલેક્ટરોની બદલી અને પછી IAS અધિકારીઓની રાજ્યમાં બદલી કરવામાં આવી. અગાઉ ગુજરાતમાં 7 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500