વ્યારા તાલુકા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી અને લીડ બેંક દ્વારા અટલ પેન્શન યોજના અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી અને લીડ બેંક દ્વારા વ્યારા તાલુકા ખાતે અટલ પેન્શન યોજના અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી એફ ઝેડ પઠાણએ જણાવ્યું હતું કે વ્યારા તાલુક ના વધુ ને વધુ લોકો ને સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ મળે અને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે અટલ પેન્શન યોજના પણ એક એવી યોજના છે કે જેમાં ગેરેન્ટેડ પેન્શન રૂપિયા એક હજારથી લઈને પાંચ હજાર સુધી 60 વર્ષની ઉમર પછી આપવામાં આવે છે જેનો લાભ દરેક સખી મંડળની બહેનો અને તેમના પરિવાર સુધી મળી રહે તેવા હેતુથી વિવિધ જાગૃતિ કેમ્પોનું આયોજન કરવામાં આવે અને વધુમાં વધુ નાગરિકો આ યોજનાનો લાભ લે એ માટે આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.
આ ઉપરાંત તાપી જિલ્લાનો ગુજરાત રાજ્યમાં ચાલુ નાણાકીય વર્ષમાં તાપી બીજો નંબર અટલ પેન્શન યોજનામાં આવે છે અને આપણે વધુને વધુ આ યોજના નો પ્રચાર પ્રસાર કરી અને તાપી જિલ્લા ને રાજ્યમાં પ્રથમ નંબર પર લઈ જવા માટે અપીલ કરૂં છું. લીડ બેંક મેનેજર રસિક જેઠવાએ જણાવ્યું હતું કે, સમાજના દરેક નાનામાં નાના વ્યક્તિને પણ પાછળના જીવનમાં સરળતાથી જીવન જીવી શકે તે માટે અટલ પેન્શન યોજના એક સરસ યોજના છે. દરેક બેંક મિત્ર અને બેંક સખી SHG ગ્રુપના દરેક મેમ્બર આનો લાભ લેવો જોઈએ. મિશન મંગલના આસી.પ્રોજેક્ટ મેનેજર ઉમા બહેનએ કહ્યું હતું કે, સખી મંડળની બહેનોને અટલ પેન્શન યોજનામાં જોડાય અને પાછલી ઉમરમાં સહારો મળી રહે તે માટે વધુ ને વધુ સખી મંડળની બહેનોને APYમાં જોડાય અને દરેક બેંક સખીને સપ્ટેમ્બર માસમાં વધુને વધુ apy કરાવવાની અપીલ કરી હતી.
અટલ પેન્શન યોજનાની તાલીમ FLCCના કાઉન્સેલર અનિલભાઈ ગામીતે ppt દ્વારા આપેલ હતી. આ કાર્યક્રમમાં TDO એફ ઝેડ પઠાણ અને લીડ બેંક મેનેજર રસિક જેઠવા તથા મિશન મંગલના APM ઉમા તરવાડી ઉપસ્થિત. રહી માહિતી અને માર્ગ દર્શન આપ્યું હતું. ટી એલ એમશ્રી હેમંત પરમાર દ્વારા રાજ્ય સ્તરે BC સખી તરીકે સારી કામગીરી કરેલ અને મીનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટ ભારત સરકાર દ્વારા સન્માન થયેલ કણઝા ગામના હરીશાબેન ચૌધરી ની સાફલ્ય ગાથા જણાવી હતી, જે ટીડીઓ અને ઉપસ્થિત તમામે બિરદાવી હતી કુલ 18 જેટલી બેંક સખી અને FLCRP અને બેંક મિત્ર એ સફળતા પૂર્વક તાલીમ આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500