સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ખાતે આચાર્ય ડોક્ટરના માર્ગદર્શન અને અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી 100 કલાકની યોગ ટ્રેનરની તાલીમ રાખવામાં આવી હતી. જેમાં 85 જેટલા વિદ્યાર્થીઓએ આ યોગની તાલીમ લીધી હતી. આ તાલીમને અંતે વિશેષ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી નર્મદા જિલ્લા કોડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનર દ્વારા વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application