Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હૈદરાબાદનાં નામપલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનનાં ડબ્બા પાટા પરથી ઉતર્યા, પાંચ લોકો ઈજાગ્રસ્ત

  • January 10, 2024 

હૈદરાબાદનાં નામપલ્લી રેલવે સ્ટેશન પર હૈદરાબાદથી ચેન્નઈ જઈ રહેલી ચારમિનાર એક્સપ્રેસનાં ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યાં હતા. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થઈ ગયા છે. આ ઘટના આજે સવારે લગભગ 9:15 વાગ્યે બની હતી. સાઉથ સેન્ટ્રલ રેલવે (એસસીઆર)નાં અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે તે ધીમી ગતિએ આગળ વધી રહી હતી. જોકે ટ્રેન જ્યાં રોકાવાની હતી ત્યાં રોકાઈ ન શકી અને તે પ્લેટફોર્મની દિવાલ સાથે અથડાઈ ગઈ જેના કારણે ટ્રેનના ત્રણ ડબ્બા S2, S3 અને S6 પાટા પરથી ખડી પડ્યા હતા. દક્ષિણ મધ્ય રેલવેનાં CPRO રાકેશે આ મામલે જાણકારી આપી કે, પાટા પરથી ડબ્બા ખડી પડવાના કારણે ટ્રેનના દરવાજા પાસે ઊભેલા લગભગ પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. આ તમામ ઘાયલોની રેલવે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જયારે ટ્રેન આંશિક રીતે પ્લેટફોર્મની દિવાલ સાથે અથડાઈ ગઈ હતી જેના કારણે આ ઘટના ઘટી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application