પાકિસ્તાનમાં રવિવારે મોટી દુર્ઘટના બની. રાવળપિંડી જઈ રહેલી હજારા એક્સ્પ્રેસ ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી જવાથી પલટી ગયા, જેમાં મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે, જ્યારે 80 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. જિયો ટીવીના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના રવિવારે શહજાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલ સહારા રેલ્વે સ્ટેશન નજીક બની. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા.જે સમયે આ દુર્ઘટના બની, તે સમયે ટ્રેન કરાચીથી રાવળપિંડી જઈ રહી હતી. રિપોર્ટ અનુસાર, ઈજાગ્રસ્તોને નવાબશાહના પીપુલ્સ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ટ્રેનનું પાટા પરથી ઉતરવાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. દુર્ઘટના બાદ આસપાસની હોસ્પિટલોમાં ઈમરજન્સી પ્રોટોકોલ લાગૂ કરી દેવાયો છે.ન્યૂઝ એજન્સીના અનુસાર, પાકિસ્તાન રેલવેના ઉપાધીક્ષક મહમૂદ રહેમાને પુષ્ટિ કરી કે ક્ષતિગ્રસ્ત ડબ્બાઓમાંથી 22 જેટલા મૃતદેહો બહાર કઢાયા છે, જ્યારે અંદાજિત 80 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા છે. હાલ, ધ્યાન બચાવ કામગીરી અને પાટા પરથી ઉથરેલા ડબ્બાઓમાંથી લોકોને બહાર કાઢવા પર છે. દુર્ઘટનાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500