વઘઈથી સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર કેટલાક ખરાબ મગજના જેમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમભાવ ન હોય તેવા ઈસમોએ રસ્તાની સાઇટે માનવી, પશુ, પક્ષી, ઝરણા-નદી અને જંગલને નુકસાન કરે તેવું ઝેરી કેમિકલ નાખવામાં આવ્યું છે.ત્યારે ડાંગ જિલ્લામાં ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી .......
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યાં જ્યાં ઝેરી કેમિકલ નાખવામાં આવેલું છે. ત્યાંનો ઘાસ અને જમીન બળીને ખાખ થઈ ગઈ છે. અને વાતાવરણમાં ભળતાં દુર્ગંધથી પ્રવાસીઓ તેમજ સ્થાનિકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. તપાસ કરતા અંદાજે ૧૦૦લિટરના ઉપર આ ઝેરી કેમિકલ હોઈ શકે, વઘઈથી સાપુતારા આવતા રસ્તાની સાઇટે કોઈક જગ્યાએ ૧૦ લીટર, કોઈક જગ્યાએ ૨૦ લીટર કેમિકલ ઠાલવેલું હોય તેમ લાગી રહ્યું છે. વઘઈથી સાપુતારા સુધી ઘણી જગ્યાએ આ કેમિકલ રસ્તાની સાઇટે જોવા મળી રહ્યું છે.
સ્થાનિક નિવાસીઓ કુદરતની દેન નદીમાં નાહવા માટે, કપડા ધોવા માટે, પશુને પાણી પીવડાવવા માટે જતા હોય જો ગંભીર રોગ-ચાળો ફાટવાની પણ શક્યતા આ કેમિકલ દ્વારા થાય તો જવાબદારી કોની તે એક મોટો સળગતો પ્રશ્નો ઉભો થયો છે,કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાય તેમ લોક માંગ ઉઠવા પામી છે. (3:07) News credit- 9727108620
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500