કોરોનાનાં કારણે ફરી એક વખત ચીનની સ્થિતિ કથળી રહી છે. ચીનનાં 'હવાઈ' તરીકે પ્રખ્યાત એવા સાન્યા શહેરની સ્થિતિ એટલી ગંભીર છે કે, ત્યાં આકરૂં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. અચાનક જ લોકડાઉન લાગુ કરી દેવાના કારણે 80,000થી પણ વધારે પર્યટકો ત્યાં ફસાઈ ગયા છે. કોરોનાનાં કેસની સંખ્યા વધી જવાના કારણે સાન્યા શહેરમાં શનિવારે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ કરીને સઘન લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
આ સમય દરમિયાન શહેરમાં સૌથી વધુ સંખ્યામાં પર્યટકો પહોંચતા હોય છે. તેવામાં કોરોનાનાં કારણે બની રહેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સાંજે 6:00 કલાક બાદ પરિવહન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ક્યારે દૂર કરવામાં આવશે તે વિશે કોઈ માહિતી સામે નથી આવી. જોકે શહેર પ્રશાસને સામાન્ય જનતા અને પર્યટકોને સ્થિતિ સમજીને સહયોગ આપવા વિનંતી કરી હતી. જો કોઈ વ્યક્તિ શહેર છોડવા ઈચ્છે તો તેણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે તથા 48 કલાકમાં 2 ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને શહેર છોડવાની મંજૂરી અપાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application