દિવાળીના વેકશન સાથે જ કચ્છમાં દેશ-વિદેશનાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યાં છે. સફેદ રણથી લઈ છેક લખપત સુધી સર્વત્ર પ્રવાસીઓની ભીડ દેખાઈ છે. જિલ્લાનું મુખ્ય મથક ભુજ જાણે કે કોઈ ફેમસ ટૂરીસ્ટ સ્પોટમાં ફેરવાઈ ગયુ છે. ભુજમાં આવેલ પ્રાગમહેલ, આયનામહેલ ,મ્યુઝીયમ, છતરડી તેમજ સ્વામીનરાયણ મંદિર સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
દિપોત્સવીના પર્વની શરૂઆત સાથે જ કચ્છ ટૂરીસ્ટ ડેસ્ટીનેશનમાં ફેરવાઈ ગયું છે. દરવર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છ પર્યટન સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. ભુજમાં આવેલા આયના મહેલ અને પ્રાગમહેલમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. આ સાથે જ કચ્છના અન્ય પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. માંડવીનો બીચ હોય કે માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર કે લખપત સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.
કચ્છમાં ફરવા આવતાં પ્રવાસીઓ મોટાભાગે ભુજમાં જ રોકાતાં હોઈ સવાર પડે ને ભુજનાં જોવાલાયક સ્થળો પર મુલાકાતીઓ ઉમટી પડે છે. કચ્છના સફેદ રણ, માંડવી બીચ, વિજય વિલાસ મહેલ, નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ તેમજ ભુજમાં આવેલા સ્વામીનારાયણ મંદિર, આયના મહેલ, પ્રાગપર મહેલ, મ્યુઝીયમ જેવા અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. આમ તો કચ્છ પહેલાથી દેશ વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતું આવ્યું છે. પરંતુ, રાજ્યના પ્રવાસન વિભાગના પ્રયાસો અને અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાતની એડ ફિલ્મે પ્રવાસીઓમાં રીતસરનું આકર્ષણ સર્જ્યું છે. કચ્છમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિવાળીના વેકેશનને લઈ કચ્છના ફરવા લાયક સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500