Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગિરિમથક સાપુતારાનાં 'મેઘ મલ્હાર પર્વ'માં ઉમટ્યા દેશ-વિદેશના પ્રવાસીઓ : 30 દેશોનાં 64 પર્યટકોએ ‘મેઘ મલ્હાર પર્વ’નો લાભ લીધો

  • August 01, 2023 

સહિયાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ખૂબસુરત ગિરિમથક સાપુતારાના 'મેઘ મલ્હાર પર્વ' માં દેશવિદેશના પ્રવાસીઓ ઉમટ્યા છે. ચોમાસાની મદમસ્ત આહલાદક મોસમમાં ઝરમર ઝરમર વરસતા વરસાદી માહોલનો લુફત ઉઠાવતા વિદેશી પર્યટકો સંગીતના દેશી તાલે ઝૂમી ઉઠ્યા હતા. TCGLના 'મોન્સૂન ફેસ્ટિવલ'ના આયોજનને બિરદાવતા બાંગ્લાદેશની યુવા પર્યટક વિશાખા શર્માએ, સાપુતારાની સુંદરતાના બે મોઢે વખાણ કર્યા હતા. તો અફઘાનિસ્તાનથી સાપુતારા આવેલી યુવતિ મનાર મેહમુદ મોહમ્મદ અહેમદઅલીએ પણ ટુરિઝમના વિકાસ માટે સ્ટેટ ગવર્મેંન્ટના પ્રયાસોને "માસા અલ્લાહ" કહીને સરાહના કરી હતી.



ઉલેખનીય છે કે, સાપુતારાના 'મેઘ મલ્હાર પર્વ-2023' ને માણવા માટે 30 જેટલા દેશોના 64 જેટલા યુવા પર્યટકો અત્રે પધાર્યા હતા. TCGLનાં મહેમાન બનેલા આ પ્રવાસી પંખીઓ, શ્રીલંકા, બુરૂન્ડી, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, તઝાકિસ્તાન, સિરીયા, નાઈજીરિયા, નેપાલ, અંગોલા, મડાગાસ્કર, સોમાલિયા, મ્યાનમાર, મોરેશિયસ, ધ ગામબીયા, મલાવી, યમન, ઈજિપ્ત, કમ્બોડિયા, યુગાન્ડા, બોટસવાના, કેન્યા, તુર્કમેનિસ્તાન, ફિજી, રશિયા, ફ્રાંન્સ, ડીજીબૌતી, ઇથોપિયા, ઘાના, મોઝામ્બિક, સહિત કોટે'ડીલ્વોરે જેવા દેશોમાથી ઊડીને આવી, સહિયાદ્રિની ગોદમાં વિહાર કરી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application