ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ગતરોજ મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 35 કરોડ રૂપિયાની કિંમતના 4.98 કિલો હેરોઈન સાથે પ્રવાસીની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર, DRIને એક પેસેન્જર દેશમાં ડ્રગનાં કન્સાઇનમેન્ટની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી, જેના પગલે અધિકારીઓએ એરપોર્ટ પર દેખરેખ વધારી દીધી હતી અને નૈરોબી (કેન્યા)થી મુંબઈ આવેલો એક પ્રવાસી જ્યારે એરપોર્ટ પર ગ્રીન ચેનલ પાર કરી રહ્યો હતો.
ત્યારે તેને શંકાનાં આધારે અટકાવવામાં આવ્યો હતો અને તેની પુછપરછ બાદ સામાનની તપાસણી કરવામાં આવતાં ટ્રોલી બેગમાંથી 4.89 કિલો ઓફ-વ્હાઈટ કલર પાવડર જપ્ત કર્યો હતો. આ પાવડરને ટેસ્ટ કરાતા હેરોઈન હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રોલી બેગમાં વિશેષ જગ્યા બનાવીને કાળી પોલીથીન બેગમાં પ્રતિબંધિત પદાર્થ રાખવામાં આવ્યો હતો. જેના કારણે ડ્રગને શોધવાનું મુશ્કેલ બની ગયું હતું. આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટમાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application