માર્ચ-૨૦૨૨માં યોજાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, અને ઉ.ઉ.બુ પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જે પૈકી તાપી જિલ્લામાં ધોરણ-૧૨નું કુલ-૮૭.૧૬ ટકા પરિણામ આવ્યું છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મળેલ માહિતી અનુસાર જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે વસાવા જયદિપભાઇ રાકેશભાઇ કુલ-૭૦૦ ગુણમાંથી ૬૪૨ ગુણ સાથે ૯૧.૭૧ ટકા, એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કુલ, ખોડદા નિઝરનો વિદ્યાર્થી, બીજા ક્રમે વસાવા રાધિકાબેન મારગ્યાભાઇ, કુલ-૭૦૦ ગુણમાંથી ૬૩૫ ગુણ સાથે ૯૦.૭૧ ટકા, કન્યા સાક્ષરતા નિવાસી શાળા, બાબરધાટ-0૧, ઉચ્છલની વિદ્યાર્થીની તથા ત્રીજા ક્રમે વળવી મોનિકાબેન દિનેશભાઇ, કુલ-૭૦૦ ગુણમાંથી ૬૩૨ ગુણ સાથે ૯૦.૨૮ ટકા, એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કુલ, ખોડદા નિઝરને વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે.
વધુમાં તાપી જિલ્લામાં કુલ-૩૨૭૮ વિદ્યાર્થીઓ પૈકી ૩૨૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ગ્રેડ અનુસાર જોઇએ તો, એ-1 ગ્રેડમાં ૦૩ વિદ્યાર્થીઓ, એ-2માં ૧૪૧, બી-1માં ૫૨૪, બી-2માં ૯૧૯, સી-1માં ૮૫૧, સી-2માં ૩૫૨, ડી-માં ૩૩, ઇ-1માં ૦૧ અને કુલ-૪૫૪ વિદ્યાર્થીઓ નાપાસ થતા જિલ્લાનું કુલ-૮૭.૧૬ ટકા પરિણામ જાહેર થયુ છે. આ પ્રસંગે સફળ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સહિત જિલ્લા વહિવટી તંત્રે અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500