તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૨ નવા કેસ નોંધાયા છે, જોકે ૩ દર્દીઓ સારવાર લઇ સાજા થયા છે.
તાપી જિલ્લામાં સોમવાર નારોજ સાંજ સુધીમાં કોરોના પોઝીટીવ દર્દીના ૨ નવા કેસ સામે આવ્યા છે, જેમાં વ્યારાના બેડકુવા ગામના ઘાણી ફળીયામાં ૧૮ વર્ષીય યુવક,વ્યારાના મીરપુર ગામના પાંઢર ફળીયામાં ૧૭ વર્ષીય યુવતીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે, જોકે ૩ દર્દીઓ કોરોનાની સારવાર લઇ સાજા થતા રજા આપવામાં આવી છે,જિલ્લામાં હવે કોરોના પોઝીટીવના ૧૧ કેસ એક્ટિવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500