સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સુરત શહેરમાં સર્જાયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મંગળવારે બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જોકે,કમોસમી વરસાદ થતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી.
ઉનાળાના સમયમાં સુરતમાં મંગળવારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા શહેરીજનો પણ અટવાયા હતા. શહેરીજનો બહાર નીકળ્યા અને વરસાદે તેમને અટવાયા હતા. સુરતમાં ભર ઉનાળામાં આકરા તાપ અને ઉકરાટ વર્તાતો હતો ત્યારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ઉનાળો જાણે ગાયબ થઈ ગયો હોય અને ચોમાસાની શરૂઆત થઈ હોય તેમ શહેરીજનો અનુભવ કરી રહ્યા હતા.જગતના તાતની ચિંતા વધીજો કે બીજી તરફ કમોસમી વરસાદ થતા જગતના તાતની ચિંતા વધી છે. આ પહેલા માર્ચ મહિનામાં પણ કમોસમી વરસાદ થતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે હવે ફરી એકવાર કમોસમી વરસાદ પડતા પાકને માઠી અસર થવાની ભીતિ છે.સુરત સહિત જિલ્લામાં શેરડી,કેરી,ડાંગર સહિત લીલા શાકભાજીના ખેડૂતો કમોસમી વરસાદને લઈ ફરી એક વખત ચિંતાતૂર થયા છે અને તેમને મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500