Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

  • August 24, 2024 

રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા ડેમના 9 દરવાજા 0.80 મીટર સુધી ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા જિલ્લાના અન્ય બે ડેમ પણ ઓવર ફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ચોપડવાવ ગામ પાસે આવેલો ચોપડવાવ ડેમ અને નાના કાકડીઆંબા ડેમ ઓવર ફ્લો થયો છે. આ ડેમ ઓવર ફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.


આ ઉપરાંત લોકોને નદી કિનારે અવર જવર નહીં કરવા સૂચના અપાઇ છે. બીજી તરફ આ ડેમથી સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, ચિત્રાકેવડી, સીમઆમલી, ભવરીસવ૨, પાનખલા, કેલ, સાગબારા, કનખાડી, મોરાવી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોડાદેવી સહિત કુલ 19 ગામને સિંચાઈના પાણીનો લાભ મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application