આંધ્રપ્રદેશમાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ૫ જિલ્લાઓના ૨૯૪ ગામોથી ૧૩૨૨૭ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૯ લોકોનાં મોત થયા છે. બીજી તરફ તેલંગણામાં ભારે વરસાદને કારણે ૯ લોકોનાં મોત થયા છે. હૈદરાબાદ સહિતના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને પગલે મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ સ્થિતિની સમીક્ષા માટે ઇમરજન્સી બેઠક બોલાવી છે. મુખ્યપ્રધાને વિવિધ સરકારી વિભાગોને આગામી ૨૪ કલાક એલર્ટ રહેવા જણાવ્યું છે. ભારે વરસાદને પગલે આવતીકાલે હૈદરાબાદ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ સિનિયર અધિકારીઓની સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. રાહત અને બચાવ અભિયાન સંચાલિત કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકિનારે બનેલ ડિપ્રેશન રવિવાર સવારે ઉત્તર પશ્ચિમની તરફ આગળ વધ્યું હતું. જે કલિંગપટ્ટનમની પાસે દક્ષિણ રાજ્યના દરિયાકિનારાને પાર કરી ગયું હતું.
આ જ કારણે રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો હતો. ગૃહ પ્રધાન વંગલાપુડી અનિતાએ જણાવ્યું હતું કે, વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર લઇ જવામાં આવ્યા હતાં. આ લોકો માટે એનટીઆર, કૃષ્ણા, બાપટલા, ગુંટર અને પાલનાડુ જિલ્લામાં ૧૦૦ રાહત અને પુનવર્સન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. ૬૧ મેડિકલ કેમ્પની પણ રચના કરવામાં આવી છે. ગૃહ પ્રધાને સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ભારે વરસાદને કારણે આંધ્રપ્રદેશમાં કુલ ૯ લોકોનાં મોત થયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ જળમગ્ન વિસ્તારોમાંથી ૬૦૦ લોકોને બચાવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ વરસાદને કારણે ૬૨,૬૪૪ હેકટર અનાજના પાક અને ૭૨૧૮ હેક્ટર બગીચા જળમગ્ન થઇ ગયા છે. તમામ જિલ્લાઓમાં ટોલ ફ્રી નંબર અને નિયંત્રણ એકમની રચના કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025