Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફાઇનાન્સમાંથી 13 લાખની લોન લીધી હતી, 33 લાખ ચૂકવ્યા બાદ પણ ચેકમાં 9 લાખ ભરીને ચેક રિટર્નની ફરિયાદ કરી

  • February 26, 2023 

ઉનામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.અંજાર ગામના વતની યોગેશ જણકાટે ઉનાના ગિરનારી ફાઇનાન્સમાંથી 13 લાખની લોન 2020 માં લીધી હતી અને 2.5 વર્ષ માં 33 લાખ ચૂકવ્યા બાદ પણ ફાઇનાન્સ પેઢીએ સિક્યુરિટીમાં રાખેલ ચેકમાં 9 લાખ ભરીને ચેક રિટર્નની ફરિયાદ કરી અને વારંવાર મારી નાખવાની ધમકીથી કંટાળીને યુવકે ઝેરી દવા પી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે હાલ યુવક આઇસીયુમાં સારવાર હેઠળ છે. નાના શહેરોમાં ઉચા વ્યાજે લીધેલા નાણાંના ડબલ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો લોકોને ત્રાસ આપી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application