Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ સાથે માથાકૂટ કરવી ભારે પડ્યું , પનિયારી ગામનાં પિતા-પુત્રી સામે ગુનો નોંધાયો

  • May 27, 2023 

વ્યારા તાલુકાનાં પનિયારી ગામે ખેતરમાં લેવલિંગ માટે જતાં ટ્રેકટરને અટકાવવામાં આવ્યા હોવાની ફરિયાદ વ્યારા પોલીસને ટેલીફોન દ્વારા મળતા પોલીસ સ્ટાફ બાતમી મળતા સ્થળ ઉપર પહોંચતા ત્યાં હાજર પિતા-પુત્રીએ બોલાચાલી અને ગેરવર્તન કરતા જેઓને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.


જોકે ત્યારબાદ પણ પિતા-પુત્રીએ પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવતા અને પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અડચણ ઊભી કરતા કોન્સ્ટેબલ દ્વારા મોડી સાંજે ફરિયાદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં પનિયારી ગામમાં રાજુભાઈ મણિલાલ પટેલની બ્લોક નંબર-136 વાળી જમીનમાં માટી નાખવાનું કામ ચાલતું હોય લેવેલિંગ કરવા આવતા ટ્રેક્ટરને પનિયારી ગામનાં પરેશ પુનિયાભાઈ ગામીત અને તેમની પુત્રી પ્રિયંકાબેન પરેશભાઈ ગામીત નાંએ ગેરકાયદેસર અટકાવી રાખેલા છે તેવી બાતમી પોલીસને ટેલીફોન દ્વારા તારીખ 24 મેના રોજ મળેલ હતી. જે મુજબ પોલીસ મથકનાં હેડકોન્સ્ટેબલ ઉદેશીંગ ઇન્દ્રસિંહભાઈ, જમાદાર સુરેશભાઈ તથા મહિલા કોન્સ્ટેબલ કાજલબેન સ્થળ ઉપર પહોંચતા પનિયારી ગામે સડક ફળિયામાં કેનાલ પાસે આવતા જ્યાં ટેક્ટર ઉભેલું હતું તેમજ જેની આગળ એક ઈસમ તથા એક મહિલા ઉભી રહી ટ્રેક્ટરને આગળ જતું અટકાવ્યું હતું. જે અંગે પૂછતા તેઓએ પોલીસને જણાવેલ કે, ‘તમે અહીં કેમ આવ્યા છો?, તમને અહીં કોણે બોલાવ્યા છે? તમારું અહીંયા કંઈ કામ નથી,’ તેમ કહી બોલવા લગતા પોલીસે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પિતા-પુત્રીને વ્યારા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા.



જોકે ત્યાં પણ પિતા-પુત્રીએ હંગામો કરી બાંકડા ઉપરથી ઉભા થઈ જોરજોરથી હેડ કોન્સ્ટેબલ ઉદેશીંગ ઇન્દ્રસિંહભાઈ ને કહેવા લાગેલા કે, ‘તમને હક નથી અહીં બોલાવવાનો, અમે કોઈ કાયદામાં માનતા નથી, તમે કેમ ફરિયાદ લો છો, તમારે કોઈ ફરિયાદ લેવાની નથી કહી પોલીસને કાયદેસરની કાર્યવાહીમાં અડચણ ઊભી કરતા જે અંગે કોન્સ્ટેબલ સંજયભાઈ પ્રવીણભાઈએ પનિયારી ગામનાં પરેશ પુનિયાભાઈ ગામીત અને તેમની પુત્રી પ્રિયંકાબેન પરેશભાઈ ગામીત સામે કાયદેસરની ફરિયાદ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application