તાપી જિલ્લામાં શનિવારે કોરોના દર્દીના માત્ર ૨ કેસ નોંધાયા છે. જોકે ૧ દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર તા.પાંચમી જુન ના રોજ તાપી જિલ્લામાં કોરોનાના માત્ર ૨ કેસ સામે આવ્યા છે. જેમાં સોનગઢના ખોખસામાં ૫૩ વર્ષીય પુરુષ અને વ્યારા-મુસા રોડ પર આવેલ દ્વારકેશ રેસીડેન્સીમાં ૩૧ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે વધુ ૭ દર્દીઓ કોરોના મુક્ત થતાં રજા આપવામાં આવી છે. હાલ ૨૪ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૫૬ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૦૮ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૫૯૩ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં વધુ ૧ દર્દીનું કોરોનાથી મોત
સોનગઢના ખોખસા ગામના ૫૩ વર્ષીય પુરુષનો કોરોનાથી મોત નિપજ્યું હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. આ સાથે જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૪ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૦ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૪ દર્દીઓના મોત નિપજ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500