Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજરોજ : તાપી જિલ્લાના માત્ર વાલોડમાં કોરોનાનો ૧ કેસ નોંધાયો

  • June 26, 2021 

તાપી જિલ્લાના માત્ર વાલોડ તાલુકામાં શનિવારે સાંજ સુધી કોરોના પોઝીટીવ દર્દીનો ૧ કેસ સામે આવ્યો છે. વાલોડના અંધાત્રીગામના પહાડ ફળીયામાં ૪૦ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જીલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૫૧૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ ૪ કેસ એક્ટિવ છે.

 

 

 

 

જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૮૧ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૫૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૦ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૫ દર્દીઓના મોત નિપજ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application