તાપી જિલ્લામાં બુધવાર સાંજ સુધી કોરોનાનો માત્ર ૧ કેસ નોંધાયો છે. જયારે વધુ ૨ દર્દીએ કોરોનાને મ્હાત આપતા રજા આપવામાં આવી હતી. જિલ્લામાં હવે માત્ર ૩ કેસ એક્ટિવ છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૨૩મી જુન નારોજ કુકરમુંડામાં ૫૦ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.જિલ્લામાંથી કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના ૭૦૬ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૭૯ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૫૧ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૦ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૫ દર્દીઓના મોત નિપજ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application