તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝિટિવનો એક કેસ સામે આવ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.૧૭મી નવેમ્બર નારોજ જિલ્લાના ડોલવણ તાલુકાના વાંકલા ગામના સ્ટેશન ફળીયામાં રહેતો ૨૯ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૮૯૭ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૭ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૧૩૦ દર્દીઓના મોતને ભેટી ચુક્યા છે. હાલ જિલ્લામાં ૩ કેસ એક્ટિવ છે.
કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ??
(૧) વાલોડ તાલુકો – કુલ ૭૯૬ કેસો
(૨) વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૫ કેસો
(૩) સોનગઢ તાલુકો – કુલ ૯૪૫ કેસો
(૪) ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬ કેસો
(૫) નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬ કેસો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500