તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવના ૪ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૩૩ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી છે. હાલ ૯ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, તા.ત્રીજી જુન ના રોજ જિલ્લાના વાલોડના રાનવેરીમા ૨૭ વર્ષીય પુરુષ, બાજીપુરાના પૂર્વ હળપતિવાસમાં ૫૨ વર્ષીય મહિલા અને ૫૮ વર્ષીય પુરુષ તેમજ સોનગઢના ઉકાઈ-વર્કશોપમાં ૨૮ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૫૧ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૧૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૭૬૦ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૪ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૯ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૩ દર્દીઓના મોત નિપજ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500