તાપી જિલ્લામાં રવિવારે સાંજ સુધીમાં કોરોના પોઝીટીવના નવા ૨ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ ૬ કેસ એક્ટિવ થયા છે જેને લઇ આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે.
રાજ્યની સાથે સાથે તાપી જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થયું છે.તેમછતાં કેટલાક માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વિનાજ જાહેરમાં ફરતા નજરે પડી રહ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
તાપી આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ એટલે કે,તા.૨૬મી જુન રવિવારના રોજ તાપી જિલ્લાના વ્યારા રામકબીર વિસ્તારમાં ૨૨ વર્ષીય પુરુષ અને ૨૭ વર્ષીય પુરુષ મળી કુલ ૨ લોકોના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ ૬ કેસ એક્ટિવ થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500