તાપી જિલ્લામાં ગુરુવારે માત્ર વાલોડમાં કોરોનાનો એક નવો કેસ નોંધાયો છે.જ્યારે વધુ ૨ દર્દીને રજા આપવામાં આવી છે. હાલ ૮ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ તા.૧૭મી જૂન નારોજ જિલ્લાના માત્ર વાલોડ તાલુકાના શ્યાદલા ગામની ૫૬ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૭૫ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૪૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૦ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૫ દર્દીઓના મોત નિપજ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application