Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમની સપાટી 343.61 ફૂટ પર પહોંચી : ડેમ માંથી 1 લાખ 73 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું

  • September 22, 2020 

ઉકાઈ ડેમ ના ઉપરવાસમાં પડેલ વરસાદ ને લઈ ડેમમાં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ ના 22 દરવાજા પૈકી 13 દરવાજા ખોલી તાપી નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.

 

12 ગેટ 7 ફૂટ અને 1 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા....

ઉપરવાસમાં પડેલ વરસાદ ને પગલે તા.22મી સપ્ટેમ્બર નારોજ ઉકાઈ ડેમ માં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ નું રુલ લેવલ જાળવવા ડેમ ના 22 દરવાજા પૈકી, 12 ગેટ 7 ફૂટ અને 1 ગેટ 4 ફૂટ ખોલી કુલ 13 ગેટ વાટે 1,73,930 કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે,  જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા ગામ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

 

આજે ઉકાઈ ડેમની સપાટી 343.61 ફૂટ પર પહોચી..

હાલ ઉકાઈ ડેમની સપાટી પર એક નજર કરીએ તો તા.22મી સપ્ટેમ્બર નારોજ સવાર ના 9:00 વાગ્યા સુધી ઉકાઈ ડેમની સપાટી 343.61 ફૂટ પર પહોચી છે. જયારે ડેમમાં પાણી આવક 121448 કયુસેક છે. તેની સામે 1,73,930 કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application