તાપી જિલ્લામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના માત્ર ૪ કેસ નોંધાયા છે. જ્યારે ૧૧ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી હતી. હાલ ૫૪ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, તા.૩૧મી મે ના રોજ જિલ્લાના વ્યારાના માલીવાડમાં ૨૨ વર્ષીય મહિલા, પુલ ફળીયામાં ૬૩ વર્ષીય પુરુષ, ડોલવણના બામણામાળ દુર ગામના વડ ફળીયામાં ૪૨ વર્ષીય મહિલા અને વાલોડના રાનવેરીમાં ૫૦ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૪૨ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૬૬૬ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૧૧૧૨ સેમ્પલ લેવામાં આવ્યા છે.
વ્યારાના પુલ ફળીયામાં રહેતા ૬૩ વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણસર મોત નિપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ સાથે જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૪ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૨ દર્દીઓના મોત નિપજ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500