Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લાના માત્ર નિઝરમાં કોરોના પોઝીટીવના 2 કેસ નોંધાયા, હાલ 6 કેસ એક્ટિવ

  • January 20, 2021 

તાપી જીલ્લાના નિઝરમાં તાલુકામાં આજરોજ કોરોના પોઝીટીવના નવા 2 કેસ સામે આવ્યો છે,

 

 

જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.-19મી જાન્યુઆરીના રોજ જીલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ગામના ગળી ફળિયામાં 78 વર્ષીય પુરૂષ તથા 70 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે,

 

 

જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 885 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 839 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, જીલ્લામાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 256 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 6 કેસ એક્ટીવ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application