Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે અષાઢી બીજનાં પાવન પર્વે ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશિર્વાદ આપશે, જાણો ક્યાં રૂટ પરથી પસાર થઈ આપશે આશિર્વાદ

  • June 20, 2023 

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે જે પહેલા લાખો ભક્તોએ આજે સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આજે અષાઢી બીજનાં પાવન પર્વે ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશિર્વાદ આપશે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી યોજાઇ. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. અમિત શાહ દર વર્ષે રથયાત્રાનાં દિવસે અમદાવાદનાં જગન્નાથ મંદિરમાં સહપરિવાર સાથે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં ભાગ લે છે.




આજે અષાઢી બીજનાં પાવન પર્વે ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી આ રૂટ પર નીકળી ભક્તોને આશિર્વાદ આપશે


  • સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ,
  • સવારે 9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ,
  • સવારે 9.45 વાગ્યે- રાયપુર ચકલા,
  • સવારે 10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા,
  • સવારે 11.15 વાગ્યે-કાલુપુર સર્કલ,
  • બપોરે 12 વાગ્યે-સરસપુર,
  • બપોરે 1.30 વાગ્યે-સરસપુરથી પરત,
  • બપોરે 2 વાગ્યે-કાલુપુર સર્કલ,
  • બપોરે 2.30 વાગ્યે-પ્રેમ દરવાજા,
  • બપોરે 3.15 વાગ્યે-દિલ્હી ચકલા,
  • બપોરે 3.45 વાગ્યે-શાહપુર દરવાજા,
  • બપોરે 4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ,
  • સાંજે 5 વાગ્યે-ઘી કાંટા,
  • સાંજે 5.45 વાગ્યે-પાનકોર નાકા,
  • સાંજે 6.30 વાગ્યે-માણેકચોક અને

  • રાત્રે 8.30 વાગ્યે-નિજ મંદિર પરત.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News