Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજની પૂનમની ચાંદની રાતનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે મહત્વપૂર્ણ છે, આ દિવસે ચંદ્રમાના કિરણોમાંથી થયા છે અમૃતવર્ષા

  • October 28, 2023 

શરદ પૂનમની આ વર્ષની અન્ય પૂનમ કરતા અલગ અને ખાસ માનવામાં આવે છે. આ વર્ષે શરદ પૂનમનો પર્વ આજે એટલે કે તારીખ 28 ઓક્ટોબર 2023એ મનાવવામાં આવશે. આ દિવસે અન્ય દિવસ કરતા ચંદ્રની ચાંદની સૌથી તેજ પ્રકાશ વાળી હોય છે. માન્યતા છે કે, આ દિવસે ચંદ્રમાના કિરણોમાંથી અમૃતવર્ષા થાય છે. શરદ પૂનમ પર ચંદ્ર 16 કળાઓથી પૂર્ણ થાય છે, આ દિવસે ચંદ્રને જળ અર્પણ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે.




તાપીમિત્રના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hii લખી મોકલો...




શરદ પૂનમની ચાંદની રાતનું ન માત્ર ધાર્મિક પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. શ્રીમદ્ ભગવદગીતામાં શ્રીકૃષ્ણએ શરદ પૂનમના ચંદ્ર અંગે કહ્યુ છે કે, હું જ રસમય ચંદ્રના રૂપમાં સમગ્ર ઔષધિઓ (વનસ્પતિઓ)ને પુષ્ટ કરુ છુ. ધાર્મિક માન્યતા અનુસાર શરદ પૂનમ જ તે દિવસ છે, જ્યારે ચંદ્ર પોતાની 16 કળાઓની સાથે પૃથ્વી પર અમૃતની વર્ષા કરે છે. આ કિરણો આરોગ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે, રાવણ શરદ પૂનમની રાતે કિરણોને દર્પણના માધ્યમથી પોતાની નાભિ પર ગ્રહણ કરતો હતો. આ પ્રક્રિયાથી તેને કાયાકલ્પ શક્તિ પ્રાપ્ત થતી હતી.



તાપીમિત્રના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hii લખી મોકલો...



શરદ પૂનમની રાતે ખુલ્લા આકાશ નીચે દૂધ અને ચોખાની ખીર મૂકવામાં આવે છે અને પછી તેનુ સેવન કરવામાં આવે છે. માન્યતા છે કે, આ ખીર અમૃત સમાન થઈ જાય છે. તેનાથી રોગ ખતમ થઈ જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સફેદ વસ્તુઓનો સંબંધ ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે હોય છે. તેથી આ દિવસે ચોખા-દૂધની ખીર ચાંદીના વાસણમાં ખાવાથી કુંડલીમાં ચંદ્ર અને શુક્ર ગ્રહ પણ મજબૂત થાય છે. ચંદ્રની 16 કળાઓના નામ જેમાં અમૃતા, મનાદા, પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ, ધૃતિ, રાશિની, ચંદ્રિકા, કાન્તિ, જયોત્સ્ના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા અને પૂણાર્મૃતા છે.




શરદ પૂનમનું વૈજ્ઞાનિક મહત્વ...

શરદ પૂનમે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, આ દિવસે ચંદ્રની કિરણોમાં વિશેષ પ્રકારના વિટામિન હોય છે. ચાંદનીથી પિત્ત, તરસ અને બળતરા દૂર થઈ જાય છે. આ કારણ છે કે, ચંદ્રની કિરણો પૃથ્વી પર આરોગ્યની વર્ષા કરે છે. વૈજ્ઞાનિક અનુસાર આ દિવસે ચાંદની રાતમાં ખીર મૂકીને તેનુ સેવન કરવાથી વિષાણુ દૂર રહે છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. આ તત્વ કિરણોમાંથી વધુ પ્રમાણમાં શક્તિનું શોષણ કરે છે અને ચોખામાં સ્ટાર્ચ હોવાના કારણે આ પ્રક્રિયા વધુ સરળ થઈ જાય છે. તેનાથી ઉર્જા શક્તિ, ઈમ્યૂનિટી અને કાયાકલ્પ શક્તિ વધે છે.



તાપીમિત્રના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hii લખી મોકલો...



આ દિવસે ખીરનું ચાંદીના વાસણમાં સેવન કરવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. રિસર્ચ અનુસાર ચાંદીના વાસણમાં બેક્ટેરિયારોધી ગુણ હોય છે જે હવામાં હાનિકારક બેક્ટેરિયાથી ભોજનની સુરક્ષા કરે છે. શરદ પૂનમે હવામાન શિયાળુ ઋતુમાં પરિવર્તિત થઈ રહ્યુ હોય છે. એવામાં આ દિવસે ખીર ખાવાને માનવામાં આવે છે કે, હવે ઠંડીની સીઝન આવી ગઈ છે તેથી ગરમ પદાર્થોનું સેવન કરવાનું શરૂ કરી દો. આવુ કરવાથી શરીરને ઉર્જા મળે છે. કહેવાય છે કે, શરદ પૂનમે ચંદ્રની કિરણો શીતળ હોય છે, તેનો પ્રકાશ તેજ હોય છે. દરમિયાન આ દિવસે ખુલ્લી આંખોથી 10-15 ચંદ્રને જોવાથી આંખો સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે. આ રાત્રે 10થી મધ્યરાત્રિ 12 વાગ્યાની વચ્ચે ઓછા વસ્ત્રોમાં ફરનાર વ્યક્તિને ઔષધિઓ અને ઉર્જા મળે છે.


શરદ પૂનમ પર ચંદ્ર ગ્રહણ...

શરદ પૂનમ પર કોજાગર પૂજા પણ કરવામાં આવે છે. આ પૂજા માતા લક્ષ્મીને સમર્પિત છે પરંતુ આ વખતે શરદ પૂનમની રાતે 01.05 થી 02.22 સુધી ચંદ્ર ગ્રહણ રહેશે. દરમિયાન કોજાગરી વ્રત રાખનારે તે પછી જ લક્ષ્મી પૂજા કરવાનું શુભ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application