Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે,'મિશન લાઈફ' પ્રોજેક્ટ સહિત અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ

  • October 20, 2022 

વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરીએ તો આજે તેઓ તાપી અને નર્મદા જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ રૂ.302 કરોડના ખર્ચે વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. સૌરાષ્ટ્રમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતની જનતાને હજારો કરોડની ભેટ આપશે.



વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરીએ તો તાપી અને નર્મદા જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની ચાર યોજના હેઠળ રૂ.302 કરોડના ખર્ચે કામ પૂર્ણ કરવામાં આવશે.

તાપી,નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠા યોજનાઓ તેમજ એનર્જી પેટ્રોકેમિકલ વિભાગના કામોને આખરી ઓપ આપશે અને ઉદ્ઘાટન કરશે. સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડતા રોડને પહોળો કરવા ઉપરાંત ત્યાં જરૂરી સુવિધાઓ વિકસાવવાનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરીએ તો તાપી અને નર્મદા જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની ચાર યોજના હેઠળ રૂ.302 કરોડના ખર્ચે કામ પૂર્ણ કરવામાં આવશે. તે જ સમયે, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સુરત અને તાપી જિલ્લામાં 6 સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનો પૂર્ણ કરવામાં આવશે. આ સાથે સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડતા રોડના પ્રથમ તબક્કાનું કામ પણ શરૂ કરવામાં આવશે.



આ સાથે જ વડાપ્રધાન મોદી કેવડિયાની પણ મુલાકાત લેશે.


આ પ્રોજેક્ટ પાછળ 1669 કરોડનો ખર્ચ થશે. આ સાથે જ વડાપ્રધાન મોદી કેવડિયાની પણ મુલાકાત લેશે. જ્યાં તે મિશન લાઈફ પ્રોજેક્ટની શરૂઆત કરશે. આ કાર્યક્રમમાં યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર રહેવાના છે. તેઓ એન્ટોનિયો ગુટેરેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં વડાપ્રધાન મોદીએ પર્યાવરણ માટે જીવનશૈલી કાર્યક્રમની જાહેરાત કરી હતી. જેનો નીતિ આયોગ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો હતો.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News