Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ 6 કેસ સાથે તાપી જીલ્લામાં કોરોના નો કુલ આંક 781 થયો, આજે કોરોના ટેસ્ટ માટે 471 સેમ્પલ લેવાયા

  • November 22, 2020 

જીવલેણ કોરોનાનો હવે તાપી જીલ્લામાં કોઈને ડર રહ્યો નથી અને લોકો બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે તાપી માં લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.

 

 

આજરોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવના વધુ 6 કેસ સામે આવ્યા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.21મી નવેમ્બર શનિવાર નારોજ વાલોડમાં 4 કેસ અને સોનગઢમાં 2 કેસ મળી કુલ 6 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે,

 

 

આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 781 પર પહોચ્યો છે, આજે વધુ 3 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 715 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 471 સેમ્પલ લેવામાં આવ્યા છે. 

 

 

21મી નવેમ્બર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ કોરોના પોઝીટીવના કેસો

(1) 20 વર્ષિય મહિલા, બાવળી ફળિયું,અંબાચ,તા.વાલોડ

(2) 27 વર્ષિય મહિલા, ખાખર ફળિયું- કનજોડ,તા.વાલોડ

(3) 39 વર્ષિય મહિલા, વૃન્દાવન સોસાયટી,બુહારી,તા.વાલોડ

(4) 50 વર્ષિય મહિલા, ખાખર ફળિયું,કણજોડ,તા.વાલોડ

(5) 80 વર્ષિય મહિલા, શાકભાજી માર્કેટ,તા.સોનગઢ

(6) 45 વર્ષિય મહિલા, જુનાગામ ફળિયું,દેવજીપુરા, તા.સોનગઢ 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application