Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં આજે કોરોના પોઝીટીવના નવા 3 કેસ નોંધાયા, કોરોના ટેસ્ટ માટે 479 સેમ્પલ લેવામાં આવ્યા

  • November 20, 2020 

જીવલેણ કોરોનાનો હવે તાપી જીલ્લામાં કોઈને ડર રહ્યો નથી અને લોકો બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે તાપી માં લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.

 

 

તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ ના વધુ 3 કેસ નોંધાયા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.19મી નવેમ્બર નારોજ ડોલવણમાં 1 કેસ, સોનગઢમાં 1 અને વ્યારામાં 1-1 કેસ મળી કુલ 3 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 775 પર પહોચ્યો છે, આજે વધુ 6 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી કુલ 711 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 479 સેમ્પલ લેવામાં આવ્યા.

 

19મી નવેમ્બર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ કોરોના પોઝીટીવના કેસો

(1) 28 વર્ષિય પુરુષ, જવાહર ફળિયું-પાટી,તા.ડોલવણ 

(2) 61 વર્ષિય પુરુષ, શક્તિનગર-વ્યારા

(3) 53 વર્ષિય મહિલા, સાંઇ ટાવર-રેલ્વે સ્ટેશન રોડ-સોનગઢ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application