ડાંગ જિલ્લામા આજે ૬ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૨ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૬૮૨ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૫૩૫ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૪૭ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે. એક્ટિવ કેસો પૈકી ૯ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, ૧ દર્દી કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે, અને ૩૭ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.
"કોરોના સંક્રમણ"ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૫૭૫ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૦૮૦૯ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામા આજની તારીખે કુલ ૩૫ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૧૨૭ ઘરોને આવરી લઈ ૪૬૮ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૩૪ બફર ઝોન (એક્ટિવ)મા ૨૧૬ ઘરોને સાંકળી લઈ ૮૯૨ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૫૯ RT-PCR અને ૬૩ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૧૨૨ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૫૯ RT-PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૪૯,૯૧૪ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી ૪૯,૧૭૩ નેગેટીવ રહ્યા છે.
વેકસીનેસનની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૧૦૪ (૮૪ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૯૨૯ (૯૮ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૮૨૦૭ (૪૫+) ૪૯ ટકા નાગરિકો મળી કુલ ૩૫૨૪૦ લોકોને વેકસીન આપી દેવામા આવી છે. કોરોનાને કારણે આજે જિલ્લામા એક મૃત્યુ નોંધાતા ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ ૨૭ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે. આજે નોંધાયેલા ૬ પોઝીટીવ કેસોની વિગતો જોઈએ તો આહવા અને ભદરપાડા ખાતે ૨–૨ કેસો સહીત, સોડમાળ અને દોડીપાડા ખાતે ૧–૧ કેસ નોંધાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500